Google Automotive Keyboardમાં Google કીબોર્ડની એવી તમામ સુવિધાઓ છે કે જે તમને ગમે છે: સ્પીડ, વિશ્વસનીયતા, ગ્લાઇડ ટાઇપિંગ, વૉઇસ ટાઇપિંગ, હસ્તલેખન અને બીજું ઘણું
વૉઇસ ટાઇપિંગ — મુસાફરીમાં ટેક્સ્ટ બોલીને સહેલાઈથી ટાઇપ કરો
ગ્લાઇડ ટાઇપિંગ — તમારી આંગળીને એક અક્ષર પરથી બીજા અક્ષર પર સ્લાઇડ કરીને વધુ ઝડપથી ટાઇપ કરો
હસ્તલેખન — કર્સિવ અને પ્રિન્ટ કરેલા અક્ષરોમાં લખો
નીચેની ભાષાઓ સહિત, ભાષામાં સપોર્ટ:
અરબી, ચાઇનીઝ, ચેક, ડચ, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ગ્રીક, ઇન્ડોનેશિયન, ઇટાલિયન, જાપાનીઝ, નૉર્વેજિયન, પોલિશ, પોર્ટુગીઝ, રોમાનિયન, રશિયન, સ્પેનિશ, સ્વીડિશ, થાઇ, ટર્કિશ, યુક્રેનિયન અને બીજી ઘણી!
પ્રો ટિપ:
• કર્સરની હિલચાલ: કર્સરને ખસેડવા માટે તમારી આંગળીને સ્પેસ બાર પર સ્લાઇડ કરો
• કોઈ ભાષા ઉમેરવી:
1. સેટિંગ → સિસ્ટમ → ભાષાઓ અને ઇનપુટ → કીબોર્ડ → Google Automotive Keyboard પર જાઓ
2. ઉમેરવા માટે ભાષા પસંદ કરો. કીબોર્ડ પર પૃથ્વીના ગોળાનું આઇકન દેખાશે
• ભાષાઓ સ્વિચ કરવી: ચાલુ કરેલી ભાષાઓ વચ્ચે પરસ્પર સ્વિચ કરવા માટે પૃથ્વીના ગોળાના આઇકન પર ટૅપ કરો
• તમામ ભાષાઓ જોવી કીબોર્ડ પર ચાલુ કરેલી તમામ ભાષાઓની સૂચિ જોવા માટે પૃથ્વીના ગોળાના આઇકન પર થોડીવાર દબાવી રાખો
આ રોજ અપડેટ કર્યું
7 એપ્રિલ, 2025